આપણે બધા જ આમ કરી શકીએ તો ?

હું અને પૂનમ રાજવીને હીંચકા ખવડાવતા હતા. એક દીકરીની બંને બાજુ અમે એક એક હતા [ બ્લેન્સ રહે એટલે ] બાજુમાં ૫-૬ વર્ષનો દીકરો હતો. ગાર્ડન-રેસ્ટોરન્ટમાં કામ કરતા કોઈ કારીગર/વેઈટરનું સંતાન હશે. હું અને પૂનમ સતત ધ્યાન રાખતા હતા કે હીંચકો મોટો ના થાય અને દીકરીને સગવડ રહે. બાજુમાં ધ્યાન ગયું તો દીકરો ખેંચી ખેંચીને હીંચકા ખાવાની [ ચગાવવાની ] કોશિશ કરતો હતો. અંધારામાં ચમકતી નિયોન લાઈટ્સ પણ એની આંખની ઈર્ષાના ચમકારાથી ઝાંખી પડી જાય. મને તરત જ સમજાઈ ગયું. ૨ મિનીટ એને હીંચકા નાખી આપ્યા. ફક્ત ૨ જ મીનીટમાં એટલી જડપ પકડી લીધી કે હું અને પૂનમ નવાઈ પામી ગયા ‘કે આને આટલા ઊંચા હીંચકામાં ડર નહીં લાગતો હોય’ !! નવાઈ વચ્ચે અમે એને ધીમા પાડવા કહ્યું અને એ વાત એણે માની પણ લીધી!!

મુદ્દો એ છે કે એ ખુબ મહેનત કરતો હતો, ફક્ત જરાક – જરાક જ મદદ કરવાની હતી. પૂરી ૨ મિનીટમાં તેણે જે જડપ પકડી તે તેની તાકાત સ્પષ્ટ કરતુ હતું. પણ આપણને આ મોટેભાગે સૂઝતું જ નથી!! કદાચ સમજવું જ નથી… આપણે સંઘર્ષ કર્યો છે, હેરાન થયા છીએ તો આ પણ ભલે ને હેરાન થાય! આપણે ઉભા ઉભા ખેલ જુવો અને જરૂર પડીએ સલાહ આપો કે ‘આમ કરાય/તેમ કરાય’ અને પછી કહેવાનું પણ ખરું કે ‘હું તને મારાથી બનતી “તમામ” મદદ કરું છું’

જ્યારથી એકલી કામ કરું છું ત્યારથી સમાજમાં આ પરિસ્થિતિ જોઉં છું. આપણો સમાજ ખુબ જ દંભી છે. એક સ્ત્રી ‘સ્વતંત્ર’ વિચારે, પોતાની રીતે જીવે, મેઈન સ્ટ્રીમમાં પુરુષોને ટક્કર મારે તેવી કરીઅર બનાવે [ બ્યુટી પાર્લર, બુટીક, હોબી ક્લાસ કરાય !!! ] તે દરેક એટલે દરેક પુરુષને એક ખૂણામાં ખુચતું હોય છે. અમુક આંખ-આડા કાન કરે, અમુક આડા ચાલે, અમુક દંભ કરે કે ‘અમે તો તમારી પ્રગતિથી બહુ ખુશ છીએ’, ‘મારે લાયક કંઈ પણ કામ હોય તો કેહજો’ , ‘સ્ત્રીઓ એ તો આગળ આવવું જ જોઈએ’ એટસેટરા એટસેટરા… પણ મદદના નામે ‘નક્કર’ ક્યારેય કંઈ જ નહીં કરવાનું…. [ એકઝેટલી આટલું નાનું જ કામ હોય છે, કોઈકને ૨ મિનીટ હીંચકો નાખી આપવા જેટલું નાનું! આપણે ખાસ કંઈ નક્કર નથી કરવાનું. ફક્ત એની પ્રગતિમાં નિમિત જ બનવાનું છે ]

કુદરત દરેકને સમજણ અને શક્તિ આપે ‘સાચ્ચા સમયે કોઈને “હીંચકો” નાખી આપવાની’ !

 

2

4 thoughts on “આપણે બધા જ આમ કરી શકીએ તો ?

  1. મને પણ ઘણીવાર એમ થાય કે,”બધા રામ બની જાય તો?” પછી વિચારું ત્યારે લાગે કે રાવણ વગરનો રામ કદાચ બે કોડીનો થઈ જાય. બ્લેક બોર્ડ પર સફેદ અક્ષર લખેલા હોય તો દેખાય, ચુનાની દિવાલ પર દેખાય? બસ કદાચ આવું જ છે. બધા માણસો સારા બની જાય તો સારાને ઓળખવો કેમ? શું કહો છો?

    Liked by 1 person

  2. અરે બેન ગોરા (સોરી ગોરાબહેન) આપણે ફેસબુક પર ઓળખાણ રાખી પણ મને કદીએ ખબર જ ના પડી કે તમારો આવો સરસ બ્લોગ છે. અત્યાર સૂધીમાં મેં કેટલું બધું વાંચન ગુમાવ્યું આ તો તમારી વાત જે ફેસબુક પરથી ઊંચકીને મારા બ્લોગમાં મૂકવા માટે ઓફિસિયલ પરિચય એબાઉટ શોધતો હતો અને બ્લોગમાં આવી પહોંચ્યો. તમારા બ્લોગમાં રિબ્લોગની સગવડ દેખાઈ નહી. જો દેખાશે તો તમારા લેખો રિબ્લોગ કરીશ. ન હોય તો જો તમારી મંજુરી હશે તો કોપી પેસ્ટ કરી તમારી ક્રેડિટ સાથે બ્લોગમાં મૂકીશ.
    પ્રવીણ શાસ્ત્રી.

    Liked by 1 person

Leave a comment